Skip to main content

લાઇબ્રેરીમાં સુધારો – Revamp The Library

SHARE THIS POST

Genrefication

થોડા વર્ષો પેહલા, મે જયારે “Genrefication” વિશે સાંભળ્યું, હુ એ વિચાર થી ખુબજ પ્રભાવિત થયો, અને મને પણ એના વિષે જાણવાની અને એ કરી જોવાની ઈચ્છા થઇ. હું માનું છું કે પુસ્તકોની નવી રીતે ગોઠવણી, અને એ પણ એના પ્રકારો//શૈલી પ્રમાણે(Genre wise), એ પુશતકોનાં સંગ્રહને મજબૂત બનાવી શકે છે, અને પરિભ્રમણને વેગ આપી શકે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઝડપથી તેમની પસંદ ના પુસ્તકો શોધી શકે છે. તો આ વર્ષે અમે, બીજા હાથો ની મદદ લઇ સરુવાત કરી.

ચાર વર્ષ પહેલાં, જ્યારે મેં પુસ્તકાલય ગોઠવ્યું હતું, મે તેને ડુઈ-ડેસીમલ મુજબ ગોઠવ્યુ હતુ, પુસ્તકોની મારી ગોઠવણ લેખકની અટક પ્રમાણે પરંપરાગત હતી.

આ વર્ષો દરમ્યાન મે અવલોકન કર્યુ કે, લાયબ્રેરી ના ઘણાં વિભાગો ને વીધ્યાર્થી ઓએ ભાગ્યેજ સ્પર્શ કર્યો હતો. પુસ્તકાલયના સમયગાળા દરમિયાન, નાનાં વિધ્યાર્થી ઓએ મોટેભાગે તેમનાં મનપસંદ સુપરહીરો અથવા હોરર પુસ્તકો પસંદ કરવા માટે મદદ માંગી હતી, ભાગ્યે જ એવા વિદ્યાર્થીઓ મળ્યા જેઓ કોઈ ચોક્કસ લેખક નુ પૂસ્તક માંગે કે શોધે. લાઇબ્રેરીને નવેસરથી ગોઠવવી એ ખુબ મોટો પ્રોજેકટ હતો, અને એજ સમયે બીજા સોફ્ટવેરે ઉપર સ્વિથ થવુ એ પણ એક મોટુ કાર્ય હતું. અમે શૈક્ષણિક વર્ષના અંતમાં પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હતા, અને એની સાથે સ્ટોક ઇન્વેન્ટરી કરવાનું લક્ષ્ય રાખ્યું હતુ. અમે નક્કી કર્યું કે બધી જ ફિકશન (કાલ્પનિક) પુસ્તકો ને પેહલા વર્ગીકૃત કરશુ એના પ્રકાર/શૈલી પ્રમાણે, અને નોન ફિકશન ને ડુઈ-ડેસીમલ મુજબ જ ગોઠવશુ, પુસ્તકોના પ્રકાર/શૈલી નક્કી કરતી વખતે અમે વિદ્યાર્થીઓની રુચિઓ, થીમ્સ અને અભ્યાસ્ક્રમ ને ખાસ ધ્યાન મા રાખ્યા, જયારે અમે દરેક વિભાગ માટે જરૂરી તમામ શૈલીના લેબલોને સરખા ગોઠવ્યા, અમે જાણ્યુ કે પ્રાથમિકની સરખામણી એ પૂર્વ પ્રાથમિક વિભાગ મા વધારે વિભાગો બન્યા હતા.

આ પ્રક્રિયામાં, અમને વિવિધ શ્રેણીઓ ના પુસ્તકોનો વિશાળ સંગ્રહ મળ્યો, અને અમે તેમને અલગથી ગોઠવાનુ નક્કી કર્યું. અમે ઝડપથી અમારા પુસ્તકાલય ના સંગ્રહનુ મૂલ્યાંકન કરી શક્યા, અને વધુ પુસ્તકો ક્યાં ઉમેરવા તે જાણી શક્યા. આ ગોઠવણ, પુસ્તકો ની ગોઠવણ ને સેહલી બનાવે છે. અને જો એમાં કોઈ પુસ્તક ની ગોઠવણ ખોટી થઇ હોય તો ઝડપથી ઓળખી શકાય છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અમને હજુ થોડા વધુ અઠવાડિયા નો સમય લાગશે.

અમે એજ ઈછીયે છે કે, નવા શૈક્ષણિક વર્ષમાં અમારા શીખનારાઓ અને શિક્ષકો માટે નવી નવીનીકૃત પુસ્તકાલય તયાર હોય, જે તેમને વાંચન અને પુસ્તકાલય ના સંસાધનો સાથે નવી રીતે જોડાવા માં મદદ રુપ થાય.

Article written by Sanjukta Sikder 

Translated by Vipul Patel

Librarian, Fountainhead School, Surat


SHARE THIS POST

Leave a Reply